સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુએ ફરી એકવાર પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. તાજેતરમાં એક દિવ્યાંગ દંપતી પોતાની જમીન સંબંધિત ફરિયાદ લઈને એસ.પી. કચેરી પહોંચ્યું હતું. દંપતીની શારીરિક મર્યાદાને સમજીને, એસ.પી. પોતે પોતાની ચેમ્બરમાંથી નીચે ઉતરી ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા હતા. તેમણે જમીન પર બેસીને દંપતીની રજૂઆત શાંતિપૂર્વક સાંભળી હતી.
આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા તેમણે B-ડિવિઝન પોલીસને સૂચના આપી હતી, જેના પરિણામે પોલીસની મધ્યસ્થતાથી દંપતીને જમીનના અસલ દસ્તાવેજો પરત મળ્યા અને જૂનો વિવાદાસ્પદ કરાર રદ કરવામાં આવ્યો. ન્યાય મળતા ગદગદ થયેલા દંપતીએ જ્યારે એસ.પી.નું સન્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમણે હોદ્દાનું પ્રોટોકોલ છોડી જમીન પર બેસીને શાલ ઓઢી સન્માન સ્વીકાર્યું હતું. “હોદ્દો નહીં પણ માનવતા મોટી” તે સૂત્રને સાર્થક કરતા આ દ્રશ્યોએ સોશિયલ મડિયા પર લોકોના દિલ જીતી લીધા છે…
