Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર જિલ્લામાં PMAY-G યોજના હેઠળ કુલ 20,033 આવાસો મંજૂર, 12,636 આવાસો પૂર્ણ

surendranagarupdate1@gmail.com 8 October 2025
A total of 20,033 houses have been approved under PMAY-G scheme in Surendranagar district, 12,636 houses have been completed.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામીણ ક્રાંતિ, PMAY-G દ્વારા અનેક લાભાર્થીઓના સ્વપ્નોને મળ્યું ‘પાકું સરનામું

સુરેન્દ્રનગર જિલ્લામાં PMAY-G યોજના હેઠળ કુલ ૨૦,૦૩૩ આવાસો મંજૂર, ૧૨,૬૩૬ આવાસો પૂર્ણ

Join Our WhatsApp Group

PM-JANMAN યોજના હેઠળ ૨૮૭૪ આવાસો મંજૂર, ૯૩૩ આવાસો પૂર્ણ

સુરેન્દ્રનગર જિલ્લામાં આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૨૦,૦૩૩ આવાસો મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૨,૬૩૬ આવાસો પૂર્ણ થયા છે, જયારે ૭,૩૯૭ આવાસો પ્રગતિ હેઠળ છે. પ્રધાનમંત્રી જનમન અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આદિમજૂથના ૨૮૭૪ આવાસો મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી ૯૩૩ આવાસો પૂર્ણ થયા છે.

આ આંકડા માત્ર સંખ્યાઓ નથી, પરંતુ લાભાર્થી પરિવારોના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની સફળતાની કહાની છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આ યોજના અનેક પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. +

કાચા મકાનમાં રહેતા લોકોને પાકું આવાસ મળવાથી બાળકોને અભ્યાસ માટે સુરક્ષિત જગ્યા મળી, વડીલોને આરામની સુવિધા મળી અને મહિલાઓને સ્વચ્છ શૌચાલય અને આરોગ્યનું રક્ષણ મળ્યું છે. મનરેગા હેઠળ મળતી રોજગારીએ તેમને આર્થિક રીતે વધુ મજબૂત બનાવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દાણાવાળા ગામના અરવિંદભાઈ કઠેસીયાના જીવનમાં આવેલા બદલાવ વિશેની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી પોતાનું પાકું મકાન બનાવવાનું સ્વપ્ન હતું, જે હવે સરકારી સહાયથી સાકાર થયું છે આજે અરવિંદભાઈને જૂના મકાનમાંથી મુક્તિ મળી, અને હવે તેઓ તેમના પરિવાર સાથે આ નવા પાકા ઘરમાં સુખેથી રહે છે.

અરવિંદભાઈના પરિવારમાં કુલ ચાર સભ્યો છે જેમાં એક દીકરી, એક દીકરો અને તેમના પત્ની છે. નવા મકાનના નિર્માણથી સમગ્ર પરિવારમાં ખુશી અને સંતોષની લાગણી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર નમો કમલમમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનનો પ્રારંભ
Next: સુરેન્દ્રનગર સબ જેલમાં SOGનું સરપ્રાઇઝ ચેકિંગ: પ્રતિબંધિત મોબાઇલ ફોન અને ચાર્જર મળી આવ્યા

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add