Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ચોટીલા પાલિકામાં લગ્ન નોંધણી માટે નિયમ વિરુદ્ધ સોગંધનામા માંગતા રોષ

user 2 11 March 2026
ચોટીલા પાલિકામાં લગ્ન નોંધણી માટે નિયમ વિરુદ્ધ સોગંધનામા માંગતા રોષ

ચોટીલા નગરપાલિકામાં લગ્ન નોંધણી માટે તમામ દસ્તાવેજો હોવા છતાં અરજદારો પાસેથી પરાણે સોગંધનામા લેવાતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મનસ્વી વહીવટને કારણે લોકોને પડતી હાલાકી અંગે અરજદારે ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે.

ચોટીલા નગરપાલિકા દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સરકારના વર્ષ 2005ના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. અરજદારો પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં, પાલિકા તંત્ર દ્વારા રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર બે અલગ-અલગ સોગંધનામા ફરજિયાતપણે માંગવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, સરકારી નિયમોમાં આવા કોઈ સોગંધનામાનો ઉલ્લેખ નથી, છતાં પાલિકાએ જાતે જ નવા નિયમો બનાવી પ્રજા પર આથક બોજ વધાર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. લગ્ન નોંધણી માટે સોગંધનામા, ટિકિટ અને સટફિકેટના નામે એક અરજદારને અંદાજે રૂ. 3,000નો જંગી ખર્ચ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Group

તાજેતરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં પણ વર-કન્યા પક્ષ પાસેથી આવા સોગંધનામા લઈને હેરાન કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ આવી કોઈ પ્રથા ન હોવા છતાં ચોટીલામાં ચાલતી આ લૂંટ સામે જાગૃત નાગરિક વિનોદ મકવાણાએ ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. પ્રજાના હિતમાં આ ખોટી પ્રથા બંધ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં ઉનાળાના પ્રારંભે જ લીંબુના ભાવ રૂ.200 પ્રતિ કિલોએ પહોંચ્યા
Next: પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ : CMOમાં ફરિયાદ સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની મિલીભગતનો આક્ષેપ

Related News

CHOTI HATYA N

ચોટીલાના અકાળા ગામે પત્ની સાથેના આડા સંબંધના મનદુઃખમાં યુવકની હત્યા

User 3 11 May 2026
CHOTILLAA01

ચોટીલામાં ડુંગરો ખોદતા ભૂમાફિયાને પ્રાંત અઘિકારીએ દબોચ્યો, રૂ.1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

User 3 5 May 2026
1776713997061

ચોટીલાના દેવસર ગામે જૂની અદાવતમાં યુવકને ચાર શખ્સોએ પાઇપ-લાકડી વડે ફટકાર્યો

surendranagarupdate1@gmail.com 20 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add