ભુજમા રવિ કૃષિ મહોત્સવમા વઢવાણના ધારાસભ્યએ ખેડૂતો સાથે સંવાદ કર્યો

કચ્છ ભુજ ખાતે રવિ કૃષિ મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા સહીત ધારાસભ્યો અને અધીકારીઓ હાજર રહ્યા હતા જગદીશભાઇએ ખેડુતો સાથે સંવાદ કર્યો હતો આ કાર્યક્રમ થકી ધરતીપુત્રોને વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંતર્ગત સાધન-સહાયનું વિતરણ તેમજ કૃષિની વૈજ્ઞાનિક જાણકારી, ડ્રોન ટેકનોલોજી, પ્રાકૃતિક ખેતી, બાગાયત જેવા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ કાર્યક્રમ બાદ જગદીશભાઇ મકવાણાએ ભુજ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

સાથોસાથ ભાજપા કાર્યાલય “કચ્છ કમલમ્” ખાતે જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તથા કાર્યકર્તાઓ દ્વારા જગદીશભાઇ નુ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ
