સુરેન્દ્રનગર (Surendranagar) ના વઢવાણ હવામહેલ ખાતે આયોજિત ‘મિલેટ મહોત્સવ (Millet Mahotsav) અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’માં સુરતના મહિલા ઉદ્યોગ સાહસિક વિશ્વાબેન ગામીતનો સ્ટોલ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સરદાર પટેલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (Agriculture University) સાથે સંકળાયેલા વિશ્વાબેન ‘શ્રી અન્ન’ (Shree Anna) ના મહત્વને પ્રોત્સાહન આપવા માટે રાગી (Ragi) માંથી તૈયાર કરેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે.
વિશ્વાબેનના સ્ટોલ પર રાગીના લોટમાંથી બનેલા પૌષ્ટિક લાડુ (Ladoo), ક્રિસ્પી પાપડ (Papad), રાગીના ભૂંગળા અને અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો (Value Added Products) શહેરીજનોમાં ભારે લોકપ્રિય થઈ રહ્યા છે. રાગીના ફાયદાઓ વિશે જણાવતા તેમણે ઉમેર્યું કે, રાગીમાં ફાઈબર (Fiber), કેલ્શિયમ (Calcium) અને પ્રોટીન (Protein) નું પ્રમાણ વધુ હોય છે, જે ડાયાબિટીસ (Diabetes) અને હૃદયરોગ જેવી સમસ્યાઓ સામે લડવામાં અત્યંત મદદરૂપ થાય છે.
મહત્વનું છે કે, રાગી જેવા મિલેટ પાકો પ્રાકૃતિક ખેતી (Natural Farming) પદ્ધતિ દ્વારા રાસાયણિક ખાતર વગર ઓછા પાણીમાં ઉગાડી શકાય છે. આ મહોત્સવ દ્વારા લોકો ફરી એકવાર પોતાના પરંપરાગત આહાર તરફ વળવા પ્રેરાઈ રહ્યા છે. વિશ્વાબેન જેવી મહિલાઓની આ પહેલ ‘મેદસ્વિતા મુક્ત ભારત’ (Obesity Free India) ના નિર્માણમાં પાયાનું કામ કરી રહી છે. આ મહોત્સવ સુરેન્દ્રનગરમાં સ્વસ્થ જીવનશૈલી માટે નવી સભાનતા લાવી રહ્યો છે.
