Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં આગમન સાથે ભાજપના પ્રદેશ પ્રમુખે સૌથી પહેલા જગતના તાતની મુલાકાત લીધી

jeet 5 November 2025
Untitled design_20251105_101323_0000

પ્રદેશ પ્રમુખે માવઠાને લઇને ખેતરે દોડી જઈ નુકશાનની વિગતો મેળવી

Join Our WhatsApp Group

20000 લોકો રહ્યા ઉપસ્થિત અને કર્યુ પ્રદેશ પ્રમુખનુ અદકેરુ અભીવાદન

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલનું સુરેન્દ્રનગર ખાતે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા, જેણે એક ઉત્સાહપૂર્ણ અને શક્તિ પ્રદર્શનનું વાતાવરણ ઊભું કર્યું હતું.

પ્રદેશ અધ્યક્ષનું આગમન થતાંજ વઢવાણના કેરાળા ગામે ખેડુતોના ખેતરે જયને એમની સ્થિત અને માવઠાથી થયેલા નુકસાનની વિગતો મેળવી હતી બાદમા શહેરના ગેબનશા પીર સર્કલ પાસેથી એક ભવ્ય અને વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં બાઇકો સાથે કાર્યકરોએ ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાી રેલીમાં જોડાયા હતા. જગદીશભાઈ વિશ્વકર્માએ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી વખતે રસ્તાની બંને બાજુ ઊભેલા હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

રેલી બાદ, અભિવાદન સમારોહનું મુખ્ય આયોજન શહેરની પ્રતિષ્ઠિત એમ.પી.શાહ કોલેજના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારોહને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો, જ્યાં સૌ પ્રથમ જિલ્લા ભાજપના પ્રમુખ અને અન્ય અગ્રણીઓએ પ્રદેશ અધ્યક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું સન્માન કરવા માટે વિવિધ સમાજના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમણે પરંપરાગત શાલ અને સ્મૃતિચિહ્નો અર્પણ કરીને પ્રદેશ અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર તેમજ અન્ય પ્રખ્યાત ધાર્મિક સ્થળોના સંતો-મહંતો પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જગદીશભાઈને આશીર્વાદ પાઠવ્યા હતા.

સભા સ્થળને ખૂબ જ આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. પ્રવેશ દ્વાર પર આકર્ષક રંગોળીઓ દોરવામાં આવી હતી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સમગ્ર સમારોહ દરમિયાન સ્વદેશી વસ્તુઓ અપનાવવાના મહત્વનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

અભિવાદનનો સ્વીકાર કર્યા બાદ પોતાના સંબોધનમાં જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપના કાર્યકરોનો ઉત્સાહ જોઈ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સરકારની નીતિઓ પર ભાર મૂકતા ખાસ કરીને ખેડૂતો પ્રત્યે સરકારની સહાનુભૂતિ અને તેમના હિતમાં લેવાયેલા પગલાંની વાત કરી હતી.

આ દરમિયાન, તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પાર્ટીનું નામ લીધા વિના તેમણે વિપક્ષને ચેતવ્યા હતા કે, “ગુજરાતની જનતા વિકાસ અને રાષ્ટ્રવાદ સાથે છે, તમે કોંગ્રેસનું નામ લઈને ગુજરાતમાં ક્યારેય ફાવશો નહીં.” તેમણે કાર્યકરોને આગામી ચૂંટણીઓમાં એકજૂથ થઈને કામ કરવા અને ભાજપના સુશાસનના સંદેશને ગામેગામ પહોંચાડવા માટે આહવાન કર્યું હતું.આ તકે મંત્રી કુવરજીભાઇ બાવળીયા સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિહ ચૌહાણ,સાંસદ ચંદુભાઈ શિહોરા લીંબડી ધારાસભ્ય કીરીટસિહ રાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, દસાડા ધારાસભ્ય પી. કે. પરમાર, ચોટીલા ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી,પ્રદેશમાંથી રુત્વિજભાઇ પટેલ ધવલભાઇ ઉપસ્થિત રહ્યા હતા સાથે મહામંત્રી હાર્દિકભાઈ ટમાલીયા જયેશભાઇ પટેલ, ઘીરુભાઇ સિધવ સહીત હજારો કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ નુ સ્વાગત કર્યુ હતુ

જગતના તાત એવા ખેડુતોના ખેતરે પ્રદેશ પ્રમુખ પહોચ્યા

પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ સુરેન્દ્રનગરમા આગમન સાથેજ ખેડુતોની સ્થિત જાણવા માટે વઢવાણના કેરાળા ગામે ખેડુતોના ખેતરમા પહોચ્યા હતા જયા માવઠાથી થયેલા નુકસાનની વિગતો મેળવી હતી અને સરકાર ઝડપથી આપને સહાય ચુકતે કરશે એવી ખાત્રી પણ આપી હતી

આ આફત કુદરતી છે, આપે મુલાકાત લીધી એનો આનંદ છે : ખેડુતો

સુરેન્દ્રનગરના ખેડુતોએ પ્રદેશ પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો આ માવઠું કુદરતી આફતછે. હા નુકસાન થયુછે. પરંતુ આપ અમારા ખેતરે આવ્યા અમને સાભળ્યા અમને વિશ્વાસ અને ખાતરી છે કે આપ દ્વારા ઝડપથી સર્વે હાથ ધરાશે અને ઝડપી સહાય માટે મદદરૂપ થશો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર જિલ્લામાં ડેંગ્યુ મેલેરિયાના પોઝિટિવ કેસોમાં વધારો.
Next: વઢવાણના ખોજ વિસ્તારમાં રૂ. 40 લાખના ખર્ચે 700 મીટરના સીસી રોડનું ખાતમૂહૂર્ત

Related News

Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

user 2 22 March 2026
Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add