ટુરિસ્ટ કાર એન્ગલ સાથે અથડાતા નુકસાન..
દુધરેજ નજીક પુલનું ચાલી રહ્યું છે સમારકામ ત્યારે આપવામાં આવ્યું છે ડ્રાયવર્જન..
સુરેન્દ્રનગરના દુધરેજ નજીક નર્મદા કેનાલ ઉપર આવેલો પુલ છે તે અત્યંત જર્જરીત બની ગયો હતો ત્યારે તંત્ર દ્વારા એક કરોડથી વધુ ના ખર્ચે હાલમાં આ પુલનું રીવિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે અને 90 દિવસમાં આ પુલ શરૂ કરવાની તૈયારી તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે.ત્યારે પુલ રીનોવેશન કામ તો શરૂ કરવામાં આવ્યું છે પરંતુ ત્યાં આપવામાં આવેલું ડ્રાયવર્જન વારંવાર ચર્ચામાં આવી રહ્યું છે..
ડ્રાયવર્જન સામે સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. અને તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે બંને તરફ મોટા વાહનો ન આવી શકે તે માટે એંગલો ફીટ કરવામાં આવી છે પરંતુ તે એંગલ ઉપર વ્યવસ્થિત ફીટ કરવામાં ન આવી હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યાંથી હાલના તબક્કામાં એમ્બ્યુલન્સો પણ પસાર નથી થઈ શકતી એટલે 108 હોય કે અન્ય એમ્બ્યુલન્સ હોય તેમને 10 કિલોમીટરનો ધક્કો ખાઈ અને ત્યારબાદ હોસ્પિટલે દર્દીને પહોંચાડવા માટે પણ મજબૂર બનવું પડી રહ્યું છે.
વારંવાર અકસ્માતો તો આ ડ્રાયવર્જનના કારણે સર્જાઈ રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે જે ટુરિસ્ટ કાર આવે છે તે એંગલ સાથે અથડાય છે અને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જોકે સદ નસીબે મોટી જાનહાની નથી સર્જાઈ સ્થાનિક લોકો અને વાહન ચાલકો એકત્રિત થઈ અને આ ટુરિસ્ટ કાર જે એંગલો સાથે અથડાતા ફસાઈ ગઈ હતી તેને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
અકસ્માત બાદ એક કલાક સુધી ટ્રાફિક છે તે જામ રહ્યો હતો અને દુધરેજ કેનાલ ઉપર માલવણ કચ્છ પાટડી ધાંગધ્રા એક કલાક સુધી ટ્રાફિક જામમાં ઊભું રહેવું પડ્યું હતું ત્યારબાદ પોલીસ કર્મચારીઓ પણ દોડી ગયા હતા અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો..