સુરેન્દ્રનગર જીલ્લામા આવેલ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અભયારણ્ય ને આગામી 7 થી 14 જુન સુધી ખુલ્લુ મુકાશે
ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ અભયારણ્ય માં આવે છે.

અભયારણ્યની અંદર ઘુડખર તેમજ વન્ય જીવ અને વિદેશી પક્ષી જોવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ગત વર્ષે 12,000 જેટલા પ્રવાસીઓએ લીધી અભયારણ્ય ની મુલાકાત
ઘૂડખર અભયારણ્ય ને 23 લાખ જેટલી થઈ હતી આવક

સુરેન્દ્રનગર જીલ્લામા પણ કચ્છનું નાનું રણ એની શરૂઆત જીલ્લાના ધ્રાંગધ્રા થી થાયછે અને બીજી તરફ પાટડીના બજાણા ઝીઝુવાડા ખારાઘોડા પણ થાયછે આ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણ અભયારણ્ય ને આવતી 7 થી 14 જુન સુધી ખુલ્લુ મુકવામા આવશે આ સમય દરમિયાન લાખો પ્રવાસીઓ આ રણની મુલાકાત લેછે આ રણ 4953 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણ ની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી ને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિર નું આયોજન થાય છે. આગામી 14 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે.છેલ્લા વર્ષોમાં આ રણ ની અંદર મુલાકાત લેનાર પ્રવાસી ની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આવેલ શિયાળામાં આ રણની અંદર બહાર થી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. છેલ્લે 2024 થયેલ ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 7672 જેટલી નોંધાયેલ છે. આ જગ્યાએ પક્ષીઓ હજારો કિલોમીટર દૂર થી અહીં આવે છે. તેનું કારણ અહીયાનું વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી રહે છે. ઉલ્લેખનિય છે કે અભયારણ્ય દ્વારા શિયાળામાં રણની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રાકૃતિક શિબિર નું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાતની વિવિધ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ વખતે સાત દિવસ વહેલા અભયારણ્ય ખુલ્લા મૂકવામાં આવ્યા છે દર વર્ષે 16 ઓક્ટોબર થી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવે છે જે આ વખતે 7 ઓક્ટોબર થી રાજ્યના વિવિધ અભયારણ્ય ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેને લઈને ઘુડખર અભયારણ્ય પણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે
