સુરેન્દ્રનગર જિલ્લામાં ગત તા.11 માર્ચને બુધવારના રોજ યોજાયેલી ધો.10 બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં 15,924 વિધાર્થીઓ હાજર રહ્યાં હતા જ્યારે 355 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
ધો.12 સામાન્ય પ્રવાહમાં હિન્દી વિષયમાં 5,365 વિધાર્થીઓ હાજર રહ્યાં હતા અને 89 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષયની પરીક્ષામાં 368 વિધાર્થીઓ હાજર રહ્યાં હતા અને 01 વિધાર્થી ગેરહાજર રહ્યો હતો. ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષામાં ક્યાંય પણ ગેરરીતિ કે કોપી કેસ નોંધાયો નહોતો.
