Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર મનપાના સેનિટેશન વિભાગમાં સફાઈના પ્રશ્ને CMOની ટીમનું ચેકિંગ

user 2 12 March 2026
Surendranagar Municipal Corporation
  •  શહેરમાં સીએમઓની ટીમે ૨૨ સ્થળોએ તપાસ કરી
  • સેનેટેશન પાછળ સૌથી મોટું બજેટ છતાં યોગ્ય રીતે કામગીરી ન થતી હોવાની ફરિયાદ
  • આગામી દિવોસમાં મનપાના વહિવટમાં ફેરફારના એંધાણ
સુરેન્દ્રનગર મનપાના સેનિટેશન વિભાગમાં સફાઈના મામલે મુખ્યમંત્રી કાર્યાલયની ટીમનું ચેકિંગ હાથ ધરાયું હતું. સીએમ પોર્ટલ પર થયેલી ફરિયાદ મામલે મુખ્યમંત્રી કાર્યાલયની ટીમે ૨૨ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સેનેટેશન પાછળ સૌથી મોટું બજેટ છતાં યોગ્ય રીતે કામગીરી ન થતી હોવાની ફરિયાદ ઉઠી છે. ગાંધીનગરની ટીમના ચેકિંગ બાદ આગામી દિવોસમાં મનપાના વહિવટમાં ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યાં છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સેનિટેશન વિભાગની કામગીરી ફરી એકવાર શંકાના દાયરામાં આવી છે. સફાઈ પાછળ કરોડો રૃપિયાના ધુમાડા કરવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત રહેતા, ત્રસ્ત નાગરિકોએ મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) સુધી પોર્ટલ મારફતે રજૂઆતો કરી હતી. આ ફરિયાદોની ગંભીરતાને ધ્યાને લઈ, સીએમઓ દ્વારા મોકલવામાં આવેલી વિશેષ તપાસ ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે. મળતી માહિતી મુજબ, શહેરના ૨૨ જેટલા એવા સ્થળો છે જ્યાં વારંવારની રજૂઆતો છતાં સ્થાનિક તંત્રએ સફાઈ કામગીરી કરી ન હતી.
રાત્રિ સફાઈ અને દિવસની કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે વાસ્તવિક સ્થિતિ તપાસવા માટે ગાંધીનગરથી આવેલી ટીમોએ સીધું જ ઓન-ધ-સ્પોટ ચેકિંગ શરૃ કર્યું છે. આ કાર્યવાહીને પગલે વર્ષોથી ભ્ર્રષ્ટાચાર અને બેદરકારીમાં ખૂંપેલા સેનિટેશન વિભાગના અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સેનિટેશન વિભાગમાં ભ્રષ્ટાચારની રાવ પહેલાથી જ હતી, ત્યારે હવે મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દખલગીરી બાદ પાલિકાના વહીવટમાં મોટા ઉલટફેર થવાની શક્યતાઓ છે. જો તપાસમાં ક્ષતિઓ જણાશે, તો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાઈ શકે છે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે આ ઉચ્ચસ્તરીય તપાસ બાદ સુરેન્દ્રનગરને ગંદકીના પ્રશ્નમાંથી કાયમી છુટકારો મળશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Surendranagar Municipal Corporation

Post navigation

Previous: સુરેન્દ્રનગર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગોને જોયસ્ટિક વ્હીલચેર અને ટ્રાઈસિકલનું વિતરણ
Next: પાટડીના ગેડિયા, ખેરવા અને ઝેઝરી ગામોમાં અસામાજિક તત્વોની મિલકતો પર ચાલશે બુલડોઝર

Related News

Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

user 2 22 March 2026
Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add