Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

user 2 5 April 2026
સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ મળવાની સંભાવના નહીંવત નબળી કામગીરી કરનારા કોર્પોરેટરોને પણ સાઈડલાઈન કરાશે ભાજપમાં ટિકિટના નવા નિયમ! કોના સપના તૂટશે? સુરેન્દ્રનગર,તા.4 સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પૂર્વે ભાજપે ‘ત્રણ ટર્મ’ ચૂંટણી લડનારા ઉમેદવારોને ટિકિટ ન આપવાનો કડક નિર્ણય લેતા સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ નિયમ મુજબ જે નેતાઓ ત્રણ વખત ચૂંટણી લડયા છે પછી ભલે તે ભાજપમાંથી હોય, અન્ય પક્ષમાંથી હોય કે અપક્ષ તરીકે તેમને આ વખતે પડતા મૂકવામાં આવશે. પક્ષના આ નિર્ણયથી વર્ષોેથી મહેનત કરતા પાયાના કાર્યકરોમાં નવા જોમનો સંચાર થયો છે, જ્યારે દાયકાઓથી સત્તા ભોગવતા દિગ્ગજો માટે અસ્તિત્વની લડાઈ શરૂ થઈ છે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓ ભાજપના નારાજ દિગ્ગજોને પોતાના પક્ષમાં ખેંચવા માટે અત્યારથી જ ફિરાકમાં છે.

ઝાલાવાડમાં મનપા સહિત પાંચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ વખત, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી અને ચોટીલા નગરપાલિકામાં દાવેદારોને પારખી, સાંભળ્યા પછી યાદી પાર્લામેન્ટરી બોર્ડને સ્થાનિક સંગઠન દ્વારા મોકલી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર નગરપાલિકાની (હવે મહાનગરપાલિકા) 52 બેઠકમાંથી 49માં, લીંબડીમાં 28માંથી 28માં, ધ્રાંગધ્રામાં 36 માંથી 35માં, પાટડીની છ વોર્ડની 24 બેઠકમાં અને ચોટીલા 24માંથી 22 બેઠક પર ભાજપે કબજો મેળવ્યો હતો. જોકે, પાંચ પાલિકામાં 6૦ વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 4૦થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે. પાલિકાઓમાં 3૦ ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ મળવાની સંભાવના નહીંવત તેમજ નબળી કામગીરી કરનારા કોર્પોરેટરોને પણ સાઈડલાઈન કરાશે.

Join Our WhatsApp Group

જિલ્લાની તમામ પ નગરપાલિકાઓમાં જ્યાં સામાન્ય ચૂંટણી યોજાવવાની છે તે તમામ નગરપાલિકાઓમાં છેલ્લા પ વર્ષથી સત્તામાં રહ્યો છે. મોટાભાગની નગરપાલિકાઓમાં પ વર્ષ દરમિયાન નબળા કામો અને અનેક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા સામે રોષ પણ છૂપો રહ્યો નથી અને હવે આ તમામ પ નગરપાલિકાની વર્ષ-ર૦ર1થી ર૦ર6ની મુદત પૂરી થઈ છે અને આગામી તા.ર6 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવવાની છે ત્યારે ભાજપ 7૦ ટકા ઉમેદવારોની ટિકિટ એસ.ઓ.પી. તેમજ અન્ય નબળી કામગીરી તેમજ વિવાદોને ધ્યાને રાખી આપવાના મૂડમાં નથી અને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી યુવા બ્રિગેડને ભાજપ વધુ મજબૂત કરવાના માર્ગે હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કેઆ નવા સમીકરણો મુજબ, જે ઉમેદવાર અત્યાર સુધીમાં ત્રણ વખત ચૂંટણી લડયા છે (હાર્યા હોય કે જીત્યા હોય), તેમને ટિકિટ ફાળવવામાં આવશે નહીં. આ આદેશમાં પરિવારવાદ પર પણ કાતર ફેરવવામાં આવી છે. જો કોઈ નેતા પોતે ત્રણ ટર્મ લડયા હોય, તો તેમના પરિવારના કોઈ પણ સભ્યને ટિકિટ મળશે નહીં. પિતા-પુત્ર કે પતિ-પત્નીની સંયુક્ત ટર્મ જો ત્રણ થતી હશે, તો પણ તેમને આ નિયમની ઝપેટમાં લેવામાં આવશે.

દાયકાઓની નિષ્ઠા પછી હવે આ નેતાઓ પક્ષ પ્રત્યે સમર્પણ દાખવે છે કે સત્તા માટે પક્ષપલટો કરે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. આગામી દિવસોમાં જાહેર થનારી ઉમેદવારોની યાદી સુરેન્દ્રનગરના રાજકારણમાં નવા જ સમીકરણો રચશે તે નક્કી છે.

નાના કાર્યકરોમાં હરખ આ નિર્ણયની સૌથી મોટી અસર પક્ષના સંગઠન પર જોવા મળી રહી છે. વોર્ડ સ્તરે રાત-દિવસ દોડતા નાના કાર્યકરોમાં ભારે ખુશી છે, કારણ કે તેઓ માને છે કે આ નિર્ણયથી વર્ષોે જૂના એકહથ્થુ શાસન અને પરિવારવાદનો અંત આવશે અને છેવાડાના વફાદાર કાર્યકરને લોકશાહી ઢબે પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.

અનુભવી નેતાઓમાં દ્વિધા, માર્ગદર્શક બનવું કે બળવો કરવો? બીજી તરફ, શહેરના જાણીતા ચહેરાઓ અને સ્થાપિત નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. અનેક એવા નેતાઓ છે જેમને પક્ષે અનેકવાર તક આપીને મોટું નામ અને પ્રતિા અપાવી છે, હવે તેમના માટે પક્ષના આદેશને શિરોધાર્ય માની ‘માર્ગદર્શક’ બનવું કે સત્તાની લાલચમાં બળવો કરવો તે મોટો પ્રશ્ન છે.

વિપક્ષી કેમ્પમાં ઉત્સાહ વિપક્ષી છાવણીમાં આ સ્થિતિને લઈને ભારે ઉત્સાહ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપના નારાજ જૂના જોગીઓ પર નજર રાખીને બેઠા છે. વિપક્ષને આશા છે કે જો ભાજપના મજબૂત ચહેરાઓ પક્ષ છોડીને તેમની સાથે જોડાય, તો ચૂંટણીના પરિણામો પલટી શકાય છે. જોકે, ભાજપના દિગ્ગજો માટે આ સ્થિતિ ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી છે. તેઓ જાણે છે કે પક્ષ સામે બળવો કરવો કે અન્ય પક્ષમાં જવું એ રાજકીય આત્મહત્યા સમાન સાબિત થઈ શકે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વઢવાણના વસ્તડી પાસે ટેન્કરમાંથી રૂ. 95 લાખનો દારૂ ઝડપાયો
Next: પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

Related News

surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

surendranagarupdate1@gmail.com 5 April 2026
district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

surendranagarupdate1@gmail.com 5 April 2026
district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

surendranagarupdate1@gmail.com 5 April 2026

Recent Post

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ Bhagwat Katha Kothariya

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

5 April 2026
સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

5 April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

5 April 2026
સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

5 April 2026
પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

5 April 2026
સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

5 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add