Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરની 1,355 આંગણવાડીની 2,710 બહેનો હડતાલ પર ઉતરશે

user 2 17 March 2026
સુરેન્દ્રનગરની 1,355 આંગણવાડીની 2,710 બહેનો હડતાલ પર ઉતરશે

સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં આવેલી કુલ 1,355 આંગણવાડીઓના વહીવટ પર આવતીકાલથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લાંબા સમયથી પગાર વધારો, નવા મોબાઈલ ફોન અને અન્ય 12 જેટલા પડતર પ્રશ્નો મામલે રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, જિલ્લાના 2,710 જેટલા આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

આંગણવાડી બહેનોએ જણાવ્યું કે ૨૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપીને આંગણવાડી વર્કર્સ માટે રૂ. ૨૪,૮૦૦ અને હેલ્પર્સ માટે રૂ. ૨૦,૩૦૦ માસિક પગાર નક્કી કરવામાં આવ્યો હોવા છતાં, સરકાર દ્વારા હજુ પણ માત્ર રૂ. ૧૦,૦૦૦ અને રૂ. ૫,૦૦૦ જેવું નજીવું વેતન આપવામાં આવે છે. આ આથક અન્યાય સામે મહિલા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પગાર ઉપરાંત ટેકનોલોજીનો પ્રશ્ન પણ વિકટ બન્યો છે. ૨૦૧૮થી સરકાર દ્વારા નવા મોબાઈલ આપવામાં આવ્યા નથી, જેના કારણે જૂના હેન્ડસેટમાં નવી એપ્લિકેશનો ચાલતી નથી. છેલ્લા ૧૨ દિવસથી ઓનલાઈન કામગીરી બંધ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે નવા ફોન આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત, નિવૃત્તિ વય મર્યાદા ૬૦ વર્ષ કરવી, બાળકોના પોષણ આહારના દરમાં વધારો અને બિલોની સમયસર ચુકવણી જેવી મહત્વની માંગણીઓ સાથે આંદોલન તેજ કરવામાં આવ્યું છે. વઢવાણ ઘટકના આંગણવાડી વર્કર પ્રીતિબેન ચાવડાએ જણાવ્યું હતું કે, ‘અમે વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ સરકાર મચક આપતી નથી. આવતીકાલથી પ્રથમ તબક્કામાં ત્રણ દિવસ સુધી તમામ આંગણવાડીઓ બંધ રહેશે. આ દરમિયાન રેલી અને ધરણાં જેવા કાર્યક્રમો યોજાશે. જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આ હડતાલ અચોક્કસ મુદતની બની શકે છે.’

Join Our WhatsApp Group

આ હડતાલને કારણે હજારો ભૂલકાઓને મળતું પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણક્ષમ આહાર બંધ થશે, જેની જવાબદારી તંત્રની રહેશે તેવું કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે. વાલીઓને પણ આ સ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અહીંથી નીકળો તો સાવધાન રહેજો, સુરેન્દ્રનગરમાં બ્લેક સ્પોટની સંખ્યા 6થી વધીને 9 થઈ
Next: વઢવાણના બલદાણા પાસે પશુઆહારની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ: ₹97.74 લાખનો મુદ્દામાલ જપ્ત

Related News

Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

user 2 22 March 2026
Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add