Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર: નિવૃત વીજ અધિકારી સાથે હયાતીના પ્રમાણપત્રના નામે ₹10.69 લાખની છેતરપિંડી

user 2 14 March 2026
સુરેન્દ્રનગર: નિવૃત વીજ અધિકારી સાથે હયાતીના પ્રમાણપત્રના નામે ₹10.69 લાખની છેતરપિંડી

સુરેન્દ્રનગર શહેરમાં સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 77 વર્ષીય નિવૃત વીજ અધિકારીને નિશાન બનાવી ઠગોએ ₹10,69,500ની રકમ પડાવી લીધી છે. નવેમ્બર 2025માં પેન્શન મેળવવા માટે જરૂરી હયાતીનું પ્રમાણપત્ર (Life Certificate) જનરેટ કરવાના બહાને આ છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદી વૃદ્ધને તેમના વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો, જેમાં પંજાબ નેશનલ બેંકનો લોગો પ્રોફાઈલ પિક્ચર તરીકે રાખવામાં આવ્યો હતો, જેથી તેમને વિશ્વાસ બેઠો હતો કે આ બેંક તરફથી મળેલી સત્તાવાર સૂચના છે.

આશુતોષ નામના વ્યક્તિએ વોટ્સએપ કોલ દ્વારા વૃદ્ધ સાથે વાત કરી અને જણાવ્યું કે પેન્શન ચાલુ રાખવા માટે હયાતીનું પ્રમાણપત્ર ઓનલાઈન જનરેટ કરવું પડશે. આ માટે ઠગે એક APK ફાઈલ મોકલી હતી અને વૃદ્ધને તે ફાઈલ ડાઉનલોડ કરીને તેમાં જરૂરી વ્યક્તિગત અને બેંકિંગ વિગતો ભરવા જણાવ્યું હતું. નિવૃત કર્મચારીઓને દર વર્ષે નવેમ્બરમાં આ પ્રક્રિયા કરવાની હોવાથી, વૃદ્ધે કોઈ પણ શંકા વગર વિગતો ભરી દીધી હતી.

Join Our WhatsApp Group

વિગતો સબમિટ કર્યાના થોડા જ સમયમાં, વૃદ્ધના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે મોટી રકમ ઉપડવા લાગી હતી. જેમાં બે વાર ₹5,00,000, તેમજ ₹47,500, ₹9,000 અને ₹13,000 મળીને કુલ ₹10,69,500 ગાયબ થઈ ગયા હતા. લાંબા સમય સુધી પ્રમાણપત્ર જનરેટ ન થતા અને ખાતામાંથી પૈસા ઉપડી જતા વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ મામલે તેમણે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. હાલમાં સાયબર ક્રાઈમ પોલીસના PI આર.એમ. સંગાડા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે અને લોકોને અજાણી લિંક કે ફાઈલ ડાઉનલોડ ન કરવા અપીલ કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ઝાલાવાડમાં 8 હજાર બાળક કુપોષિત: સૌથી વધુ વઢવાણમાં
Next: સુરેન્દ્રનગરના ગોકુલનગર 5 દિવસથી ગટરના ગંદા પાણીની રેલમછેલ

Related News

Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

user 2 22 March 2026
Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add