આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) સંચાલિત સાયલા SHT દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનોને કૌશલ્યબદ્ધ (સ્કિલ્ડ) બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. યુવક-યુવતીઓ માટે જિલ્લાનું પહેલું ફ્રી કમ્પ્યુટર સ્કીલ ટ્રેનિંગ અને નોલેજ સેન્ટર ‘યુવા જંક્શન સુરેન્દ્રનગર’નો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ ટ્રેનિંગ સેન્ટરનો મુખ્ય હેતુ જિલ્લાના યુવાધનને વિવિધ રોજગારલક્ષી કોર્સ શીખવીને તેમને ધંધા-રોજગારી માટે સક્ષમ બનાવવાનો છે. યુવા જંક્શન ટ્રેનિંગ સેન્ટર મલાર ચોક, દાળમિલ રોડ, સુરેન્દ્રનગર ખાતે શરૂ કરવામાં આવ્યું છે.
શુભારંભ સમારોહ સેન્ટરના શુભારંભ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એરિયા મેનેજર મેહુલભાઈ ભેસાણીયા, સ્ટાફ મેમ્બર્સ, સુરેન્દ્રનગર જમાતના EPB પ્રમુખ, મુખી , કામડિયા તેમજ તાલીમ મેળવી રહેલા તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ યુવાનોને આ તકનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પહેલથી સુરેન્દ્રનગરના અનેક યુવાનોને મફત અને ગુણવત્તાસભર કમ્પ્યુટર શિક્ષણ મેળવવાનો મોકો મળશે, જે તેમને ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવવામાં મદદરૂપ થશે.લાભાર્થીઓ અને રસ ધરાવતા યુવાનો પ્રોજેક્ટ વિશે વધુ વિગતો માટે અનિલભાઈ શિહોરીની મુલાકાત કરવા અપીલ કરવામાં આવી છે..