Surendranagar Rainfall Update | ગુજરાતમાં ચોમાસાના (Monsoon 2026) ત્રીજા તબક્કાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ અમદાવાદના પાડોશી જિલ્લા સુરેન્દ્રનગરમાં (Surendranagar District) મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
હવામાન વિભાગની (IMD) અતિભારે વરસાદની અગાઉથી આપેલી રેડ એલર્ટની (Red Alert) આગાહી વચ્ચે 1 ઓગસ્ટ 2026ના રોજ વહેલી સવારે 06:00 થી 10:00 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ટૂંકા સમયગાળામાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ (Heavy Rainfall) નોંધાયો છે.
ખાસ કરીને લખતર (Lakhtar) અને વઢવાણ (Wadhwan) તાલુકામાં 4 ઈંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતાં સમગ્ર નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operation Center – SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા અધિકૃત આંકડા અનુસાર, સવારે 06:00 થી 08:00 વાગ્યાના પ્રથમ 2 કલાક દરમિયાન ચૂડા (Chuda) તાલુકામાં સૌથી વધુ 3.46 ઈંચ (88 mm) અને વઢવાણમાં 2.56 ઈંચ (65 mm) વરસાદ પડ્યો હતો.
આ જ સમયગાળામાં મૂળીમાં 0.94 ઈંચ (24 mm), લીંબડીમાં 0.91 ઈંચ (23 mm), લખતરમાં 0.79 ઈંચ (20 mm) તેમજ સાયલામાં 0.59 ઈંચ (15 mm) વરસાદ નોંધાયો હતો.
ત્યારબાદ સવારે 08:00 થી 10:00 વાગ્યાના બીજા 2 કલાકમાં મેઘરાજાનું જોર લખતર તાલુકા તરફ શિફ્ટ થયું હતું, જ્યાં માત્ર 2 કલાકમાં જ અતિભારે 3.54 ઈંચ (90 mm) વરસાદ વરસ્યો હતો.
આ બીજા રાઉન્ડમાં મૂળી તાલુકામાં પણ 1.97 ઈંચ (50 mm), વઢવાણમાં 1.46 ઈંચ (37 mm), દસાડામાં 1.42 ઈંચ (36 mm) અને થાનગઢમાં 1.38 ઈંચ (35 mm) વરસાદ પડ્યો હતો.
⚠️ **જાહેર જનતાને મહત્વની અપીલ**
મુળી તાલુકાનો નાયકા ડેમ ૧૦૦% ભરાઈ ગયો છે. pic.twitter.com/EvLlEvoDZY — Info Surendranagar GoG (@Info_SNagar_GoG) August 1, 2026
નાયકા ડેમ 100 ટકા ભરાયો
મુળી તાલુકાનો નાયકા ડેમ 100 ટકા ભરાતાં નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામો જેવાં કે ગૌતમગઢ, કુકડા, ગોદાવરી, શેખપરના ગ્રામજનોને નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારોમાં અવરજવર ન કરવા અપીલ તેમજ પોતાની માલ-મિલકત અને ઢોર-ઢાંખરને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લેવા જણાવાયું છે.
લખતર (Lakhtar): કુલ 4.33 ઈંચ (110 mm)
વઢવાણ (Wadhwan): કુલ 4.02 ઈંચ (102 mm)
ચૂડા (Chuda): કુલ 3.46 ઈંચ (88 mm)
મૂળી (Muli): કુલ 2.91 ઈંચ (74 mm)
થાનગઢ (Thangadh): કુલ 1.77 ઈંચ (45 mm)
સાયલા (Sayla): કુલ 1.73 ઈંચ (44 mm)
ધ્રાંગધ્રા (Dhrangadhra): કુલ 1.61 ઈંચ (41 mm)
દસાડા (Dasada): કુલ 1.42 ઈંચ (36 mm)
ચોટીલા (Chotila): કુલ 1.42 ઈંચ (36 mm)
લીંબડી (Limbdi): કુલ 0.91 ઈંચ (23 mm)
#WATCH | Gujarat: Rain lashes parts of Surendranagar city. pic.twitter.com/y9kLCKQhbx
— ANI (@ANI) August 1, 2026
ટૂંકા ગાળામાં પડેલા આ આક્રમક વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. પૂરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરવામાં આવી છે. સતત થઈ રહેલી મેઘમહેરથી સ્થાનિક ડેમ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, જેનાથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલ વરસાદની વિગત (તારીખ: 01/08/2026)
| તાલુકો | 06 થી 08 (મીમી) | 06 થી 08 (ઈંચમાં) | 08 થી 10 (મીમી) | 08 થી 10 (ઈંચમાં) | 06 થી 10 કુલ (મીમી) | 06 થી 10 કુલ (ઈંચમાં) |
| લખતર (Lakhtar) | 20 | 0.79 | 90 | 3.54 | 110 | 4.33 |
| વઢવાણ (Wadhwan) | 65 | 2.56 | 37 | 1.46 | 102 | 4.02 |
| ચૂડા (Chuda) | 88 | 3.46 | – | – | 88 | 3.46 |
| મૂળી (Muli) | 24 | 0.94 | 50 | 1.97 | 74 | 2.91 |
| થાનગઢ (Thangadh) | 10 | 0.39 | 35 | 1.38 | 45 | 1.77 |
| સાયલા (Sayla) | 15 | 0.59 | 29 | 1.14 | 44 | 1.73 |
| ધ્રાંગધ્રા (Dhrangadhra) | 14 | 0.55 | 27 | 1.06 | 41 | 1.61 |
| દસાડા (Dasada) | – | – | 36 | 1.42 | 36 | 1.42 |
| ચોટીલા (Chotila) | 13 | 0.51 | 23 | 0.91 | 36 | 1.42 |
| લીંબડી (Limbdi) | 23 | 0.91 | – | – | 23 | 0.91 |
કોઠારિયા નજીક મુખ્ય માર્ગ પર ધરાશાયી થયેલા વીજ પોલની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર શ્રી જી. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને PGVCLની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરીને પોલને તાત્કાલિક હટાવ્યો અને વાહનવ્યવહાર પૂર્વવત કર્યો. pic.twitter.com/sUG6ETKMJj
— Info Surendranagar GoG (@Info_SNagar_GoG) August 1, 2026
