Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ધ્રાંગધ્રા પાસે હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ કાચ તોડી જીવ બચાવ્યો

surendranagarupdate1@gmail.com 27 July 2026
news

ધ્રાંગધ્રાના બાઈસાબગઢ પાસે હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ કાચ તોડી જીવ બચાવ્યો

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બાઈસાબગઢ ગામ નજીક જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવી (Hakabha Gadhvi)ની કાર અકસ્માતગ્રસ્ત થઈ હતી. હકાભા ગઢવી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બાઈસાબગઢ અને પીપળા ગામ વચ્ચે વરસાદી પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થતાં ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે કાર નદીની પાળી તોડીને સીધી પાણીમાં ખાબકી હતી.

ઘટના બનતા જ કારમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું હતું અને દરવાજા લોક થઈ ગયા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક યુવકો અને તેમના મિત્રો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.

યુવકોએ ભારે સમયસૂચકતા વાપરીને ગાડીના કાચ તોડી હકાભા ગઢવી (Hakabha Gadhvi) અને તેમના ડ્રાઈવરને બારીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. નદીના પ્રવાહમાંથી તેમને સહીસલામત કિનારે લાવવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં હકાભા ગઢવી (Hakabha Gadhvi)ને પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટના બાદ ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ ટેલિફોનિક વાતચીતમાં હકાભા ગઢવી (Hakabha Gadhvi)એ પોતે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જણાવી સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો. સમયસર થયેલી બચાવ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ
Next: સુરેન્દ્રનગરમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રતની ઉજવણી: બાળાઓને ફરાળ કરાવાયું 

Related News

Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

surendranagarupdate1@gmail.com 10 July 2026
Dhrangadhra Court

ધ્રાંગધ્રા: પોક્સો કેસમાં 61 વર્ષીય વયોવૃદ્ધ દુકાનદારને સ્પેશિયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

surendranagarupdate1@gmail.com 10 July 2026
Soldi Biomedical Waste Plant Protest

સુરેન્દ્રનગર: સોલડીમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટના વિરોધમાં ૨૨ ગામના ખેડૂતો ગાંધીનગરમાં નાખશે ધામા

surendranagarupdate1@gmail.com 30 June 2026

Recent Post

લખતર અને વઢવાણમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ, જળબંબાકારની સ્થિતિ Surendranagar Rainfall Update

લખતર અને વઢવાણમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ, જળબંબાકારની સ્થિતિ

1 August 2026
સુરેન્દ્રનગરમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રતની ઉજવણી: બાળાઓને ફરાળ કરાવાયું  news (1)

સુરેન્દ્રનગરમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રતની ઉજવણી: બાળાઓને ફરાળ કરાવાયું 

31 July 2026
ધ્રાંગધ્રા પાસે હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ કાચ તોડી જીવ બચાવ્યો news

ધ્રાંગધ્રા પાસે હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ કાચ તોડી જીવ બચાવ્યો

27 July 2026
સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add